93 The Quran 96:05 (Surah al-Alaq) | Quranic QuotesIQRA Al QURAN - Home | Facebook

IQRA BIISMI RABBIKA ALLAZI KHALAQ” “KHALAQA ALINSANA MIN AALAQIN” “IQRA WARABBUKA ALAKRAMU” “ALLAZI AALLAMA BIALQALAMI” “AALLAMA ALINSANA MA LAM YAALAM”;

“Read! In the name of your Lord who has created (all that exists). He has created man from a clot (a piece of thick coagulated blood). Read! And your Lord is the Most Generous. Who has taught (the writing) by the pen. He has taught man that which he knew not.”

સાદિક આદમ પારખેતી          નમ્ર પરિચય
મૂળવતન પારખેત, જન્મ ચાવજ ખાતે અને  કંથારીઆ માં આલિમિયતની તાલિમ પૂર્ણ કરી. ત્યારબાદ“ નદવતુલઉલ્મા-લખનઉ”થી 2 વર્ષ અરબી સાહિત્ય કોર્ષ કર્યો.
2005 માં 1 વર્ષ માદરે ઈલ્મી કંથારીઆ માં સેવા આપી. સંજોગોવશ મોટા ભાઈ મવલાના સિરાજ સાહેબ પાસે ગુલબર્ગા સ્થળાંતર કર્યું. 
  હાલ 15 વર્ષો થી ગુલબર્ગા શહેરમાં ઈમામત અને નાનકડી દીની દર્સગાહમાં સેવા આપી રહ્યો છું.

[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: *અદ્લો-ઈન્સાફ ફક્ત હશ્ર પે મોકૂફ નહીં
કભી જીંદગી ભી ગુનાહોં કી સજા દેતી હૈ
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
અલ્લાહ તઆલાના હૂકમો નું ભંગ, પરવરદિગાર ના આદેશો નું ઉલ્લંઘન તથા તેના બંદાઓની સતત સતામણી તેમજ જુલ્મ - પાપ અને અત્યાચાર ના અતિરેક છતાંય ગુનેગારો ના"વેલ્કમ અને ઈન્કમ" એટલે કે "" આવક-આવકાર "માં, કોઈ ફેરફાર કે ઘસારો ઘટાડો ન દેખાય, ટ્વિટર - ફેસબુક માં ફોલોવરસ તથા" ફ્લાઇંગ - ફેરા વધતાં જાય તો સમજી લો, કે જે તે વ્યક્તિ કે સમૂહ એક ભયંકર ખુદાઈ અઝાબ ના પ્રોસેસમાં દાખલ થઈ ગયાં છે.
અરબી માં આવા અઝાબ ને"*ઇસ્તિરખા*" એટલે કે ગફલત - અભાનતા નો અઝાબ!! ખેતર ના બળદ ની જેમ  ગળે બાંધેલ લાંબાં દોરડાથી ધોકો ખાઈ પછડાય છે. પાપ નો ઘડો ફૂટતાં સુધી પાપી ને ખબર પડતી નથી.
આ દુનિયા "ફાની" છે. દરેક ચીજ વસ્તુ કે વ્યક્તિ વ્યવસ્થા" ફના- ખીણ તરફ તીવ્રતા થી ધસી રહી છે. પદ- પ્રતિસ્થા અને પૈસા ક્યાં સુધી" પૃથ્વી નો છેડો ઘર નહીં પણ કબર"છે.
છેલ્લે વર્ષો પહેલાં સાંભળેલી એક શાયરી યાદ આવે છે કે,
શહેરમાં તોફાન છે
વાત ધીમી જ કરો
દિવાલ ને પણ કાન છે.....
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: જબ ગુલિસ્તાં કો ખૂન કી જરૂરત પડી
સબસે પેહલે ગરદન હમારી હી કટી
ફીર ભી કહેતેં હૈં અહલે ચમન
ચમન હમારા હૈ તુમ્હારા નહીં
જો માનવંત ગૃપ સભ્યો ને યાદ હોય તો ઘણાં વર્ષો પહેલાં દાઆરૂલ ઉલૂમ "માટલી વાળા" માં એક મહાન આલીમ મવ. અ. હન્નાન રહ. હતાં. એમની વાએજ છટા એટલી મધુર અને માહિતી - મીસાલો થી ભરપૂર કે તમે  સાંભળતાં જ રહી જાવ!! અલ્લાહ અપાર મોહબ્બત અને અજર મગફિરત થી હજરત ને નવાઝે, તેઓ ફરમાવતા કે"આપણી હાલત એવી છે કે બિરયાની મઝેદાર બનાવવા તો" લવીંગ તજ મરી મસાલા ધુંધી ખોળી ને નંખાય, પણ જ્યારે જમવાનો સમય આવે તો મો'માં મમરાવી બહાર ફેંકી દેવાય! પણ ક્યાં સુધી? .....
સૂરજ હૂં મેં ડૂબ ભી ગયા તો આસ્માં છોડ જાઉંગા
જો જો સભ્યો વધારે લખાય ગયું હોય તો માફ કરજો, ગૃપ આગમન ને હજુ" જુમ્મા જુમ્મા 7 દિવસ થયા છે... તે પણ માનનીય એડમિન સાહેબ ની મહેરબાની થી...... બાકી આપણને વળી કોણ ઓળખે? !!
સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: કોરોના ખાદિમો માટે શીફા દુઆ ની દરખાસ્ત 
તુંદી એ બાદે મુખાલિફ સે ન ગભરા એ ઈકાબ,
યે તો ચલ્તી હૈ તુજે ઉંચા ઉડાને કે લીયે.....
વર્તમાન વિપરીત વમળમાં તેમજ કપરાં કોરોના કાળ દરમિયાન માં આપ તમામ ની અમૂલ્ય સેવાઓ એ ન જાણે કેટલાય કુટુંબો માં ઓજસ અજવાળાં પાથર્યાં, તો અલ્લાહ આપનાં જીવન દીવડા ની સંભાળ કેમ નહિં રાખે... આજમાયશ છે પણ અંધેર તો નથી જ...... દુઆઓ ની જરૂરત હરેક ને હરપળ, હરજગા એ રહેવાની જ......" એ અલ્લાહ ! આ  ખિદમતગારો ને તારા પરેશાન બંદાઓની સેવા કાજે આકા એ નામદાર (સ. અ. વ.) ના સદકા માં જલ્દી જલ્દી કામિલ કાયમી શીફા સેહત અતા ફરમાવ" 
 મેં ડૂબ રહા થા કોઈ દુવા દે ગયા મુજે 
 *મેં બુઝ રહા થા કોઈ હવા દે ગયા મુજે 
સાદિક  પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: મેરી જીંદગી કા મકસદ તેરે દીન કી સરફરાઝી
મેં ઈસી લીયે મુસલમાં મેં ઈસી લીયે નમાઝી*
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
તા. 5/10/20
સત્યુગ ની સોગાદ કર્ને અવ્વલ કા હીરા જેને અલ્લાહ ના વ્હાલા બુઝુર્ગો એ ગણાવી, એવી બરકતવંત ચળવળ એટલે કે દાવતો - તબ્લીગ થી બાળપણમાં જ તા'લુક-જોડાણ થઈ ગયું હતું.આ જન્મજાત - વળગણ અલ્હમ્દુલિલ્લાહ આજે પણ અકબંધ છે, અને એજ દુઆ તમન્ના કે નસ્લો-નસ્લ બાકી રહે. આમીન 
મકતબ કાળમાં મસ્જિદ જતાં "મેવાત" ની જમાતો નાં દર્શન થતાં. એમની બુઝુર્ગ-ઉંમર, પહોળા વધી પડતા બરછટ કપડાં, "અમામા" કહેવાતી, લાંબા સાફા-પાઘડીઓ, હાથમાં તસ્બી, ઝીક્રભરી ઝુબાનો સહાબાયુગની યાદ અપાવતી.
અબ્બા જાન જેમને  જીવન ભર "બાજી" * કહ્યા, જમાત થી ખુબજ મહોબ્બત કરતા. ચાર મહિના થી શરૂઆત કરી, વર્ષોવર્ષ  દાવતની મુબારક નીસ્બત થી દેશમાં પ્રાંતે - પ્રાંત ફર્યાં, અલ્લાહ એમની ભરપૂર મગફિરત ફરમાવે. આમીન. 
હું કિશોર અવસ્થામાં 3-3 દિવસ ની જમાત માં જતો. અમીર અમારા કદી મર્હૂમ મુહમ્મદ મૂસા નંદેવાર તો ક્યારેક એમના જ ભાઈ મર્હૂમ ઈબ્રાહીમ મૂસા રહેતા. સાથે એમના નાના ભાઈ આદમ મૂસા પણ ખરા, જેઓ હજુ હયાત છે, અલ્લાહ સેહત સાથે લાંબું આયુષ્ય આપે. આમીન. 
ચાવજ ગામ થી હું બાજી અને મર્હૂમ માસ્તર અહમદ સાહેબ અને નંદેવાર થી ઉપરકોટ ત્રણેય વડિલો, દેરોલ કરમાડ જેવા નજીકના ગામોમાં 3-3 દિવસ લગાડતાં. 
કેટલાં સોહામણા દિવસો હતા, મારે મન તો ઘી-કેળા * ખૂબજ દિલ લાગતું. મારૂ મોસાળ નંદેવાર એટલે ત્રણેય બુઝુર્ગો નો લાડકવાયો!! મુહમ્મદ મૂસા જમાતના ઉસૂલો આદાબ હેતથી શીખવાડે, અને ઈબ્રાહીમ મૂસા પ્યાર થી 6 નંબર, ગશ્તાદાબ ની તા'લીમ આપે. મને શીખવાનો શોખ ખરો પણ મારૂ નાનું મન તે વાતો મગજમાં ગ્રહણ કરવા મથામણ કરે, પછી તો ઉપાય તરીકે બધું પેન વડે કાગળમાં ટપકાવી લેતો. તે બુઝુર્ગો દ્વારા  મેળવેલું સોબત - ભાથું આજે પણ વાપરી રહ્યો છું. અલ્લાહ એમને ખૂબ ખૂબ અજર આપે. આમીન. 
જમાતો નો નુસરત-આવકાર એવો કે "તઆમ-સામાન" બંધાયેલો જ રહે, તા"લીમ દરમિયાન જરૂર પૂરતી *ચા*ની ખીદમત મુહમ્મદ મૂસા ઉપાડી લેતાં. 
મહેનત - ભર્યા ગશતો, દિલ સોંસરતાં બયાનો, ઝિક્ તરબર ઝુબાનો અને તહજુદ વેળા નાં આંસુઓ ગામ આખામાં દીન મહોબ્બત ની સુવાસ પ્રસરાવી દેતા.
આ નિખાલસ ચળવળે ન જાણે કેટલાંય પંથકો નાં પથ-રસ્તાઓ બદલી નાંખ્યા. શરાબ, વ્યાજ, વ્યભિચાર, ગલત રસ્મો,  કુરિવાજો અને વ્યસન - દુષણ છૂટયા. દીન તથા ઈલ્મે દીન નો એવો તો લોકજૂવાળ પેદ થયો કે મસ્જિદો નાની પડી, દારૂલ ઉલૂમ કાયમ થયા અને ખાનકાહો ઉભરાઈ પડી. હજરતજી ઇલ્યાસ સાહેબ રહ. ની વાત સાચી પડતી લોકોએ આંખે જોઈ કે, મેં આ ચળવળ એટલે શરૂ કરી કે મસ્જિદો ને મુસ્લ્લી, દારૂલ ઉલૂમ ને તલ્બા અને ખાનકાહો ને મુરીદ-ઝાકીર મળી જાય *
અલ્લાહ હજરતજી અને તમામ દાવતી બુઝુર્ગો ને બેહતરીન બદલો ઇનાયત અતા ફરમાવે. આમીન...
અપના માલ, અપની જાન ઔર મસ્જિદ મકામ ને વળગી રહી, અપની જાત સે લેકર કયામત તક મેરે આકા કા લાયા હુવા પૂરા દીન - પૂરી ઉમ્મત તક કૈસે પહોંચ જાયે જેવાં ઉચ્ચ ધ્યેય ને સિધ્ધ કરવા હરપળ હરજગા  સદાય તત્પર કરોડો લોકો આજે પણ જગત આખામાં ફરી જાણે કહી રહ્યા છે કે, જલાકે અપને આશયાના કો, રોશની બખ્શ દે ઇસ જહાં કો *
અલ્લાહ તઆલા એ તમામ ખુદાઈ - ખિદમતગારો ને બન્ને જહાંંમાં ખૂબ ખૂબ અજર અતા ફરમાવે. આમીન...........

આવો આપણે ઉલ્મા એ દીનનાં કદરદાન બનીએ
🥇🥇🥇🥇🥇🥇🥇🥇. 
 અસ્સલામુ અલયકુમ વ.વ. 
પરદેશમાં વસતાં ગુજરાતી મુસ્લિમોના છેલ્લાં ૫૦ વરસનો અનુભવ બતાવે છે કે, 
આપણાં ગુજરાતી હાફિઝજીઓ તેમજ આલીમો એ મુસ્લિમ ઉમમતની જે, દીની ખીદમાત પરદેશમાં કરી છે, તેનાંથી ઇન્ડિયા ખાતે જેઓ રહે છે, એમને એનો અંદાજો નહીં હોય. 
અને જે હાફિઝો છે, તેઓનાં કિરાઅત પઢવાના શાબ્દીક ઉચ્ચાર, આરબ દેશ થી આવેલ હાફિઝોથી સમાનતા ધરાવે છે. 
 દુઃખની વાત છે કે, આજે ઇન્ડિયા માં મદ્રેસા તેમજ આલીમોને ૧૪૦૦ વર્ષ જૂના ના વિચારશ્રેણી ના સમજી અવગણના કરી, એમનો જે લાભ લેવો જોઈએ તેનાથી અજાણ છે. 
સમય નો બદલાવ જૂઓ, માનવની જહાલત તેમજ લાચારી, કે
આજના કોરોના વાયરસનાં એક નજીવા નાના જંતુ એ શિખવી છે . જેઓ પાસે દુનિયાની મોટી મોટી તાલીમ તેમજ દોલત હતી છતાં ,તેમના બાળકો તેઓને દફનાવા પણ તૈયાર નથી. 
 જેઓ મુસ્લિમ ઓરતોના બુરકા અને શરઇ પરદા ઉપર વરસો વિરુદ્ધ કરતા હતાં,  આજે તે તમામ લોકો ફેસ-માસ્ક ની બુકાની પેહરી ફરે છે . *
જે મુસ્લિમો દીની તા'લીમ ને સમાજ નું પછાતપણું સમજે છે, તેઓએ યુરોપ અને અમેરિકાના  પ્રોફેશનલ નવ- મુસ્લિમોની જિંદગીનું અવલોકન કરી પોતાનાં દીન તથા દુન્યાની હક્કીકત સમજવાની જરૂર છે. 
 આજથી ૫૦ વર્ષ પેહલા ઈસાઇ phd. પ્રિસ્ટ, મુસ્લિમ પ્રોફેસરો થી ડિબેટ કરતા જોઈ અમો દુઆ કરતાં કે, આ કોમ અમારા બિચારાં મુસ્લિમ પ્રોફેસરોની (ડિબેટ કરનાર )ની હસી-મજાક ઉડાવે છે ,અલ્લાહ તું મદદ કર . 
અલ્હમ્દુલિલ્લાહ!આજે તેમના જ ઈસાઈ પ્રિસ્ટ મુસલમાન થઈ, અહીંયા ના ઈસાઈ પ્રિસ્ટોને ચેલન્જ કરે છે. 
 આ છે અલ્લાહની કુદરત . 
મારી ખાસ વિંનતી કે જો તમો મદ્રેસાની મદદ ન કરી શકો તો 
વાંધો નથી, પરંતુ ગેર કોમ માં અમારા મદ્રેસા તેમજ તાલિબે ઈલ્મોની તો'હીન કરવાથી બચો. 
અલ્લાહ આપણને દીન અને દુનિયાની સાચી સમજ આપે .આમીન

[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: *અદ્લો-ઈન્સાફ ફક્ત હશ્ર પે મોકૂફ નહીં
કભી જીંદગી ભી ગુનાહોં કી સજા દેતી હૈ
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
અલ્લાહ તઆલાના હૂકમો નું ભંગ, પરવરદિગાર ના આદેશો નું ઉલ્લંઘન તથા તેના બંદાઓની સતત સતામણી તેમજ જુલ્મ - પાપ અને અત્યાચાર ના અતિરેક છતાંય ગુનેગારો ના"વેલ્કમ અને ઈન્કમ" એટલે કે "" આવક-આવકાર "માં, કોઈ ફેરફાર કે ઘસારો ઘટાડો ન દેખાય, ટ્વિટર - ફેસબુક માં ફોલોવરસ તથા" ફ્લાઇંગ - ફેરા વધતાં જાય તો સમજી લો, કે જે તે વ્યક્તિ કે સમૂહ એક ભયંકર ખુદાઈ અઝાબ ના પ્રોસેસમાં દાખલ થઈ ગયાં છે.
અરબી માં આવા અઝાબ ને"*ઇસ્તિરખા*" એટલે કે ગફલત - અભાનતા નો અઝાબ!! ખેતર ના બળદ ની જેમ  ગળે બાંધેલ લાંબાં દોરડાથી ધોકો ખાઈ પછડાય છે. પાપ નો ઘડો ફૂટતાં સુધી પાપી ને ખબર પડતી નથી.
આ દુનિયા "ફાની" છે. દરેક ચીજ વસ્તુ કે વ્યક્તિ વ્યવસ્થા" ફના- ખીણ તરફ તીવ્રતા થી ધસી રહી છે. પદ- પ્રતિસ્થા અને પૈસા ક્યાં સુધી" પૃથ્વી નો છેડો ઘર નહીં પણ કબર"છે.
છેલ્લે વર્ષો પહેલાં સાંભળેલી એક શાયરી યાદ આવે છે કે,
શહેરમાં તોફાન છે
વાત ધીમી જ કરો
દિવાલ ને પણ કાન છે.....
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: જબ ગુલિસ્તાં કો ખૂન કી જરૂરત પડી
સબસે પેહલે ગરદન હમારી હી કટી
ફીર ભી કહેતેં હૈં અહલે ચમન
ચમન હમારા હૈ તુમ્હારા નહીં
જો માનવંત ગૃપ સભ્યો ને યાદ હોય તો ઘણાં વર્ષો પહેલાં દાઆરૂલ ઉલૂમ "માટલી વાળા" માં એક મહાન આલીમ મવ. અ. હન્નાન રહ. હતાં. એમની વાએજ છટા એટલી મધુર અને માહિતી - મીસાલો થી ભરપૂર કે તમે  સાંભળતાં જ રહી જાવ!! અલ્લાહ અપાર મોહબ્બત અને અજર મગફિરત થી હજરત ને નવાઝે, તેઓ ફરમાવતા કે"આપણી હાલત એવી છે કે બિરયાની મઝેદાર બનાવવા તો" લવીંગ તજ મરી મસાલા ધુંધી ખોળી ને નંખાય, પણ જ્યારે જમવાનો સમય આવે તો મો'માં મમરાવી બહાર ફેંકી દેવાય! પણ ક્યાં સુધી? .....
સૂરજ હૂં મેં ડૂબ ભી ગયા તો આસ્માં છોડ જાઉંગા
જો જો સભ્યો વધારે લખાય ગયું હોય તો માફ કરજો, ગૃપ આગમન ને હજુ" જુમ્મા જુમ્મા 7 દિવસ થયા છે... તે પણ માનનીય એડમિન સાહેબ ની મહેરબાની થી...... બાકી આપણને વળી કોણ ઓળખે? !!
સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: કોરોના ખાદિમો માટે શીફા દુઆ ની દરખાસ્ત 
તુંદી એ બાદે મુખાલિફ સે ન ગભરા એ ઈકાબ,
યે તો ચલ્તી હૈ તુજે ઉંચા ઉડાને કે લીયે.....
વર્તમાન વિપરીત વમળમાં તેમજ કપરાં કોરોના કાળ દરમિયાન માં આપ તમામ ની અમૂલ્ય સેવાઓ એ ન જાણે કેટલાય કુટુંબો માં ઓજસ અજવાળાં પાથર્યાં, તો અલ્લાહ આપનાં જીવન દીવડા ની સંભાળ કેમ નહિં રાખે... આજમાયશ છે પણ અંધેર તો નથી જ...... દુઆઓ ની જરૂરત હરેક ને હરપળ, હરજગા એ રહેવાની જ......" એ અલ્લાહ ! આ  ખિદમતગારો ને તારા પરેશાન બંદાઓની સેવા કાજે આકા એ નામદાર (સ. અ. વ.) ના સદકા માં જલ્દી જલ્દી કામિલ કાયમી શીફા સેહત અતા ફરમાવ" 
 મેં ડૂબ રહા થા કોઈ દુવા દે ગયા મુજે 
 *મેં બુઝ રહા થા કોઈ હવા દે ગયા મુજે 
સાદિક  પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: મેરી જીંદગી કા મકસદ તેરે દીન કી સરફરાઝી
મેં ઈસી લીયે મુસલમાં મેં ઈસી લીયે નમાઝી*
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
તા. 5/10/20
સત્યુગ ની સોગાદ કર્ને અવ્વલ કા હીરા જેને અલ્લાહ ના વ્હાલા બુઝુર્ગો એ ગણાવી, એવી બરકતવંત ચળવળ એટલે કે દાવતો - તબ્લીગ થી બાળપણમાં જ તા'લુક-જોડાણ થઈ ગયું હતું.આ જન્મજાત - વળગણ અલ્હમ્દુલિલ્લાહ આજે પણ અકબંધ છે, અને એજ દુઆ તમન્ના કે નસ્લો-નસ્લ બાકી રહે. આમીન 
મકતબ કાળમાં મસ્જિદ જતાં "મેવાત" ની જમાતો નાં દર્શન થતાં. એમની બુઝુર્ગ-ઉંમર, પહોળા વધી પડતા બરછટ કપડાં, "અમામા" કહેવાતી, લાંબા સાફા-પાઘડીઓ, હાથમાં તસ્બી, ઝીક્રભરી ઝુબાનો સહાબાયુગની યાદ અપાવતી.
અબ્બા જાન જેમને  જીવન ભર "બાજી" * કહ્યા, જમાત થી ખુબજ મહોબ્બત કરતા. ચાર મહિના થી શરૂઆત કરી, વર્ષોવર્ષ  દાવતની મુબારક નીસ્બત થી દેશમાં પ્રાંતે - પ્રાંત ફર્યાં, અલ્લાહ એમની ભરપૂ…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: હઝરત મુફ્તી અબ્દુલ્લા સાહેબ (રહ.) નો એક યાદગાર દક્ષિણ- ભારત પ્રવાસ 
  રજુઆત : મુહમ્મદ સાદિક  આદમ પારખેતી નદવી.
  "જામિયાતુશશૈખ  કમરૂઝઝમાન" ચૌદાપુર ગુલબર્ગા. 9901359860
સાલ 2017 માં તે, એક સુવર્ણ અવસર હતો,જ્યારે એક  યુગ-કેળવણીકાર, ઈસ્લામી વિદ્યાઓના  પ્રચાર- પ્રસાર તથા તલ્બા- કેળવણીના  ભેખધારી,વિશેષ "તાલિમ તરબિયત-વ્યવસ્થા" ના શોધક અને આમંત્રક "જામિયા મઝહર-એ-સઆદત" ગુજરાતના સ્થાપક હઝરત મુફ્તિ અબ્દુલ્લાહ સાહેબે( રહ.)  દક્ષિણ ભારત (ગુલબર્ગા અને બીજપુર) ની ભૂમિની મુલાકાત લીધી હતી.
  જ્યારે અલ્લાહ ના નેક બંદાઓ કોઈ વિસ્તારમાંથી પસાર થાય છે, તો ત્યાંના ઈલ્મી અને રૂહાની વાતાવરણમાં એક નવી ચમક પેદા થઇ જાય છે . ધાર્મિકતા અને દીનદારી ની એવી લહેર ઉદ્ભવે છે, જેને કારણે એક મોટો જનસમૂદાય પ્રભાવિત થયા વગર રહેતો નથી . ભાવનાઓ અને વિચારોમાં ક્રાંતિ સર્જાય છે,કે જેની ગૂંજ વર્ષો-…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: વિદેશી વૈભવ છોડી વેલ્ફેર-વાટે નિકળી પડ્યા *.
"ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો,
ન જાને કિસ ગલી મેં જીંદગી કી શામ હો જાયે...........
 " મર્હૂમ "કહેતાં જેમને મન હજુ માનતું નથી, એવાં લોકમન માં વસી ગયેલ સલીમ પટેલ સાહેબે જે કર્બાની આપી, એ કાંઈ નાની સૂની નથી. લંડનસ્થિત વૈભવી આરામદાયક, સુખ સમૃદ્ધિ સાહ્યબી ભર્યું જીવન, બ્રિટિશ પાસપોર્ટ ત્યજી માદરે વતન ના ચરણોમાં ધરી દીધું..
સેવા - ખિદમત ની એવી તો ઝંખના કે આરામ - આરોગ્ય તો શું! જીવન ની પણ પરવા ન કરી.. અસરગ્રસ્તો જરૂરત મંદોને વહારે દોડી, વ્હોરા સમાજ જ નહીં સમગ્ર પંથકમાં આગવી ઓળખ ઊભી કરી.... વેલ્ફેર થકી વતન ચોમેર સદા સતત સેવા સંપર્ક અને સતર્ક રહેવાની આપની દિન રાત મહેનતે ન જાણે કેટલાંય હૈયામાં સમાજસેવા ની નવી ચમક અને ઉમંગો પેદા કરી..
તાજેતરમાં બે એવી હસ્તીઓ એ વિદાય લીધી, જેમનાં જીવનઆખા નો સેવાનાદ અને મિલ્લી-ખિદમાત …
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: યે રાહે વફા એ નબી હૈ *
સંભલ સોચ કે કદમ રખના
લોગ આસાંન સમજતે હૈ*
ઈમામ- આલીમે દીંન હોના
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 

ભરૂચ ભલે "ભાંગ્યુ ભાંગ્યુ" હોય પણ આપણાં ગામડાં તો અલ્લાહ ની અપાર બરકતો થી સુવિધા! સગવડ! સ્વચ્છતા અને સુંદરતા માં ભલ- ભલાં શહેરો ને ઝાંખા પાડી નાંખે એવાં છે. અલ્લાહ નજરે-બદથી બચાવે. આમિન
ગામમાં દાખલ થતાં સૌથી પહેલાં જે ભવ્યતા નજરે પડે! એ અલ્લાહ ના ઘર નહીં બંગલાઓ એટલે કે નયનરમ્ય મસ્જિદો છે. આ આલિશાન મસ્જિદોનાં બાંધકામ ગામથી લઈને વિદેશ સુધી મહોબતભરી સખાવતો નાં પ્રતાપે છે, અલ્લાહ તમામને બન્ને જહાંંમાં ખૂબ ખૂબ અજર અતા ફરમાવે. આમિન 
સાથે સાથે મસ્જિદ ને અડીને ઉભેલા દીની મકતબ-મકાનો એવાં તો મનમોહક અને આકર્ષક છે, કે ગામ શાળાઓ ફીકી પડી જાય. અલ્લાહ એમના જીમ્મેદારો અને સખી દાતાઓને દારૈનમાં બેહતરીન બદલો ઇનાયત ફરમાવે. આમિન
મસ્જિદમાં ઈ…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: કૂખમાં કૂખ માતાની કૂખ
ભૂખમાં ભૂખ વાંચન ભૂખ
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
સ્કૂલ શાળા ની દિવાલ ઉપર લખાયેલ આ સુવાક્ય એ મારા જીવન ભાથામાં થી ન જાણે કેટલોય સમય વાપરી નાંખ્યો છે.
ગુજરાતી ભાષા પાથ્ય પુસ્તકો શિક્ષણ વર્ષ નાં આરંભ માં જ હું વાંચી નાંખતો.
અલ્લાહ અમારા અબ્બા મર્હૂમ ની ભરપૂર મગફિરત ફરમાવે, તેઓ જ્યારે પણ ભરૂચ જાય તો મારા માટે "ઝગમગ" જેવા બાળ મેગેઝીન લાવતા. મારો વાંચન રસ    એવો કે સાંજ સુધી માં એ વાંચન સોગાત આખરી મંઝિલે પહોંચી જતી, અબ્બા જાન કાન આમળતા કે બેટા રોજ થોડું થોડું વાંચો, જેથી બીજું નવું મેગેઝીન આવવાની રાહ જોવાની તકલીફ તસ્દી ન લેવી પડે!,
ગુજરાતી સાહિત્ય માં મારી રસ રુચિ જગાવનાર જે વાંચન પરિબળો છે, એનું સ્મરણ કરૂં તો, માનસ પટલ ઉપર "ગુજરાત ટૂડે" પણ ટકોરા મારે છે. જયારે મારૂ અને ગુ. ટૂડે નું બાળપણ એક સાથે આરંભાયું, ભૂલ ન થાય ત…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: વિદેશી વૈભવ છોડી વેલ્ફેર-વાટે નીકળી પડ્યા *.
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક.. 
 .   *** ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો,
ન જાને કિસ ગલી મેં જીંદગી કી શામ હો જાયે*. 
 " મર્હૂમ "કહેતાં જેમને મન હજુ માનતું નથી, એવાં લોકમન માં વસી ગયેલ સલીમ પટેલ સાહેબે જે કર્બાની આપી, એ કાંઈ નાની સૂની નથી. લંડન - વસવાટ રૂપી વૈભવી આરામદાયક, સુખ સમૃદ્ધિ સાહ્યબી ભર્યું જીવન, બ્રિટિશ પાસપોર્ટ ત્યજી માદરે વતન ના ચરણોમાં ધરી દીધું..
સેવા - ખિદમત ની એવી તો ઝંખના કે આરામ - આરોગ્ય તો શું! જીવન ની પણ પરવા ન કરી.. અસરગ્રસ્તો જરૂરત મંદોને વહારે દોડી, વ્હોરા સમાજ જ નહીં સમગ્ર પંથકમાં આગવી ઓળખ ઊભી કરી.... વેલ્ફેર થકી વતન ચોમેર સદા સતત સેવા સંપર્ક અને સતર્ક રહેવાની આપની દિન રાત મહેનતે ન જાણે કેટલાંય હૈયામાં સમાજસેવા ની નવી ચમક અને ઉમંગો પેદા કરી..
તાજેતરમાં બે એવી હસ્તીઓ એ વિદ…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: સાચાં બનો, અને નિરોગી-તંદુરસ્ત રહો
એક પુસ્તક નાં વાંચન દરમિયાન બહુ કિમતી જણસ હાથ લાગી છે. * શરીરની
સંપૂર્ણ તંદુરસ્તીનો આધાર માનસિક સ્વાથ્ય છે અને માનસિક સ્વાથ્યનો આધાર સ્વચ્છ
નિર્મળ હૃદય છે.’ ગાંધીબાપુનું આ એક જ કથન દુનિયાના શ્રેષ્ઠતમ મનોવૈજ્ઞાનિકોનાં
ભારેખમ પુસ્તકો કરતાંય વધારે મૂલ્યવાન સત્ય રજૂ કરે છે. નિર્મળ અને વિશાળ હૃદય
હોય, તો પરમાત્મા એમાં પોતાનું ઘર વસાવી દે છે.
ગુણવંતભાઈએ આગાહી કરી છે કે ભવિષ્યમાં એક થેરપી જાણીતી થશે જેને
પ્રામાણિકતા-ઉપચારપદ્ધતિ’ કહેવામાં આવશે. તેઓ લખે છે: “પ્રામાણિકતાથી જીવનારા
સીધી લીટીના આદમીના નિરામય અને લાંબા આયુષ્યની શક્યતા વધારે છે.’
આધ્યાત્મજગત એટલે જ સ્વાથ્યજગત! *
આપણા નબી(સ.અ.વ.) નું મુબારક ફરયમાન છે કે ધ્યાન થી સાંભળો! શરીર માં એક માંસ રૂપી ટૂકડો છે, તે સારો રહે છે તો આખું શરીર સારૂ રહે છે, અને તે ટૂકડા માં બગાડ થાય છે, …
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: *સેવા ખિદમત ની આંધી
જનાબ અ. સત્તાર એધી *
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
પેદાઈશ 1926 મૂળે ગુજરાતી કાઠિયાવાડી, જૂનાગઢ જન્મ ભૂમિ અને "કરાંચી" કર્મભૂમિ. 
આ છે, વિશ્વ પ્રસિદ્ધ નોખા તરી આવતા સમાજ સેવક! જનાબ અ. સત્તાર એધી સાહેબ, અલ્લાહ ભરપૂર મગફિરત ફરમાવે. 2016 માં દારે ફાની છોડી ગયા. 
જીવન ભર સેવા ને ઇબાદત ગણી, સતત રાત દિવસ ખલ્કે-ખુદા ની ખિદમત માં શોહરત ની તમા રાખ્યા વગર, સાદગી - બંદગી સાથે પરોવાયેલાં રહેતા. 
સેવા જનૂન એવું કે એકલપાયે પાડોશી દેશભર માં 400 જેટલાં, આધુનિક સાધન સંપન્ન સેવા કેન્દ્રો વિસ્તાર્યાં.આજે પણ પાક. સડકો ઉપર અકસ્માત કે દુર્ઘટના ટાણે પલભરમાં "*એધી એમ્બ્યુલન્સ * *હાજર થઈ જાય છે. 
સેવા - ખિદમત ની આ" એધી"બ્રાન્ડ થી આપણે પણ સેવા, સાદગી, તત્પરતા અને નિખાલસતા ની શિખ લઈએ, તો શું નાના બાના થઈ જવાનાં છીએ!!? 
યહી હૈ દીંન યહી હૈ ઇમાં 
કામ આયે ઈન્સાં કે ઈન્સાં
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: પેટ નહીં નેટ ના ખાતર માનવી જૂદા થઈ ગયા *
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
આપણા સમાજમાં બે પ્રસંગો મોટા ભાગે સાર્વજનિક રહેતા. 1)શાદી-નિકાહ 2)મોત-મય્યત
જ્યારે પણ આ અવસરો આવે ગામ આખું માથે લેવાય કે ભેગું કરાય. સહુ કોઇ નાના મોટા રાજી ખૂશી ના માર્યા હોંશે હોંશે અથવા તો ગમ અફસોસ ના ભોગે રડતાં ડરતાં ભેગા થતાં.
ટાઈમ લોકેશન ટ્રેસ કરૂ તો આમાથી ઘણું બધું "ઈન્દીરા કાળ" એટલે કે 70-80 ના દાયકાની વાત છે. શાદીપ્રસંગ ની તૈયારીઓ ત્રણ ચાર મહિના પહેલા જ શરૂ થતી. કાચા કપડાં ખરીદી, ઘરમાં જ દરજી ટેલર બેસાડતાં!! શાદી નો મંડપ ઘર આંગણે "આથર" કહેવાતાં સાદા સફેદ કપડાં થી બંધાતા.
અલ્લાહ આપણાં વડિલો વડવાઓ ની કબરો નૂર થી ભરપૂર ફરમાવે, શાદી-બજેટ ઓછું કરવા જમણ- મેનું એક સરખું એટલે કે દાળ- ચાવલ, મીઠો ઝર્દો-પુલાવ અને આથર રૂપી મંડપ- વેનું સહુ કોઈ ને પરવડે એવું કિફાયતી રાખ્ય…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: નવરો નખ્ખોડ વાળેસમય થી સાવધાન *
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
સમય પરવરદિગાર ની એકમાત્ર, એવી મહાપૂંજી છે જેની વહેંચણી અમીર - ગરીબ, સારાં-નરસાં , નાનાં - મોટાં, સ્ત્રી - પુરુષ ના વિભાજન વગર સરખા ભાગે થઈ છે.
સમય વિશે જ્યાં "ટાઇમ ઈઝ મની" કહી ભૌતિક - આંકણી થઈ છે! ત્યારે આરબ સાહિત્ય માં "الوقت هو الحياة" એટલે કે સમય જ જીવન છે *કહેવાયું છે. જેમ વીતી ગયેલી જીંદગી પાછી મળતી નથી, તેમ સમય પણ "યૂટર્ન" લેતો નથી. 
સમય  બેધારી તલવાર **પણ ગણાય છે, એનો સદ્ઊપયોગ કે દૂરપયોગ જ પરિણામ સ્વરૂપે જાહેર થાય છે. 
કુરાન માં એક સૂરહ નું નામ અસ્ર*એટલે કે સમય છે. એક વડિલ ફરમાવે છે કે મેં આ સૂરહ ની છણાવટ એક બરફ વેચનાર થી મેળવી, જે બૂમો પાડતો હતો કે હે લોકો જલ્દી જલ્દી ખરીદી લો,  મારી પૂંજી ઓગળી રહી છે. 
આપણા નબી સ. અ. વ. નું પવિત્ર કથન છે કે બે નેમતો પ્રત્યે ઘણાં લો…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: હલાલ રોજગાર પણ એક ફરજ છે *
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
મહાન વિશ્વ ધર્મ "ઇસ્લામ" માં માનવ - જીવન ને લગતી તમામ બાબતો અંગે ખૂબ સ્પષ્ટ, સુંદર સચોટ માર્ગદર્શન અપાયું છે.
જીવન જરૂરીયાત ની પ્રાપ્તિ તેમજ આજીવિકા - રોજગાર ના સાધનો વિશે ચોક્કસ માપદંડ નકકી કર્યાં. હલાલ - હરામ * રૂપી વ્યાખ્યા દ્વારા એવી તો બેનમૂન વ્યવસ્થા ઊભી કરી, કે જેનાથી સમગ્ર માનવજાત દગા કે નુકસાન થી નિચિંત રહી સુખદ, સગવડ યોગ્ય જીવન જીવી શકે.
ઈબાદત- ગુઝારી ના જેમજ રોજગાર રળવા ને એક ફરજ ગણાવી. આપણા પ્યારા નબી સાહેબ (સ. અ. વ.) નાં સીફાત-સદગુણો માં વર્ણાવાયું છે, કે આપ બેરોજગાર માટે રોજગાર તકો ઉભી કરતાં, એક સહાબી (રદી.) ને પોતાના મુબારક હાથે કુવાડી માં હાથો બેસાડી રોઝી કમાવા પ્રોત્સાહિત કર્યા. આપનું પવિત્ર કથન છે કે જાત-કમાણી કરનાર અલ્લાહ ને વ્હાલો છે * *
આ વિષય ઉપર આપણા દીન મ…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: આપણાં સમાજ માં શિક્ષણ ઝૂંબેશ કેમ અને કેવી રીતે!!? *
   રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 તા. 12/10 /2020 
સમાજ ઉન્નતિ નો 3)વિષય મુદ્દો
સર્વ ક્ષેત્રે સામાજિક સધ્ધરતા અને ઉમ્મતલક્ષી આત્મનિર્ભરતા માટે "હર પ્રકાર નાં શિક્ષણ વિસ્તાર અને હુનર વિદ્યા વ્યાપની" * વર્તમાન લાચાર, પરાવલંબી અવસ્થા થી શીખ લઈ તાકિદે જરૂરત છે. 
આપણાં સમાજના સંપૂર્ણ સર્વગ્રાહી વિકાસ તથા પ્રવર્તમાન સંજોગો અને ભવિષ્યમાં ઉભા થતાં પડકાર, પ્રશ્નો, સમસ્યાઓ ના આપમેળે - સ્વબળે સુરક્ષિત સમાધાન માટે આધુનિક શિક્ષણ ઝૂંબેશ અને તેનો વ્યાપ - વિસ્તાર ઝડપી રીતે અત્યંત જરૂરી છે. 
આ વિષયે જો ગંભીર પણે ચર્ચા - મસ્લેહત અને આચરણ-આયોજન નહીં થાય તો આજ ની પરિસ્થિતિ જોતાં આગામી દિવસોમાં વધુ ને વધુ આપણોં સમાજ  પરાવલંબી બની અસુરક્ષિત લાચારી માં ધકેલાઈ જશે. *
શું આપણે નથી ઈચ્છતાં કે આપણાં જ સમાજના ડોક…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: સમાજ ની ઉન્નતિ - પ્રગતિ માટે "પાંચ મુદ્દા ને પ્રાથમિકતા કેમ? '
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
તા. 10/10 /2020
આપણાં સમાજના સર્વગ્રાહી વિકાસ અને બહુમુખી પ્રતિભા પ્રસ્થાન માં * અવરોધક પરિબળો* *અનેકાનેક હોય શકે છે, પણ એમાંથી  પાંચ બાબતો ને પ્રાધાન્ય આપવાની જરૂરત કેમ પડી? એ વિશે સંક્ષિપ્ત માં આજે "લેખ-ચર્ચા" નો પ્રયાસ કર્યો છે. * 1) માનવંત આલિમ - ઈમામ એ આપણાં સમાજના ઉપકારકો અને મોહસીનો છે. * મસ્જિદ અને મકતબ - મદ્રેસા  રૂપી બેનમૂન વ્યવસ્થા થી આપણો સમાજ રોજ લાભાન્વિત થાય છે. મસ્જિદ માં મિલ્લ્ત ના સર્વ-સભ્યો જ્યાં ઉત્તમ પ્રકારે નમાજ- અદાઈગી થી ફૈઝ ઉઠાવે છે! તો જુમ્આ- બયાનો * દ્વારા સરસ, સુંદર, શર્યત - ગમ્ય મધુર શૈલી માં સમાજ - જાગૃતિ અને સુધારણા અભિયાન ચલાવાય છે. પ્રાસંગિક, સમયાનુરૂપ*  શરઈ-દોરવણી અને નબવી અખ્લાક નું સંસ્કાર સિંચન * થાય છે. સમા…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: *આપણાં સમાજ વિશે વિચાર કરીએ *
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
તા. 9/10 /20
ગતલેખ મારો વ્હાલો વ્હોરા સમાજ * ના અંતમાં  મેં લખ્યું છે કે જે સમાજ નાં આપણા ઉપર આટલે આટલા ઉપકાર એહસાન હોય, એની ઉણપો નબળાઈ ઓ કંઈ જોઈ શકાય, આ છેલ્લો ફકરો વાંચી મને જ્યાં ફિકર ના ફોન, મહોબ્બત ના મોબાઈલ કોલ મળ્યાં તો, વળી અનેકાનેક વ્હાલ ના વોટ્સએપ! પ્રાઉડ-ફિલીંગ પોસ્ટ અને ચિંતા ના ચેટીંગ પણ મારી સાથે થયાં અલ્લાહ એ તમામ અને એ ઉપરાંત અન્ય સમાજ - ચિંતકો અને મિલ્લી-હમદર્દો ને બન્ને જહાંંમાં ખૂબ ખૂબ અજર અતા ફરમાવે. આમીન......
અરબી ભાષામાં એહતેસાબ આત્મ-પરિક્ષણ કે સ્વ- નિરીક્ષણ * ને કહે છે. આપણી વ્હાલી માતૃભાષા ગુજરાતી માં કદી લેખાં જોખાં * તો ક્યારેક આંખે જોયાં કે આખા બોલાં * પણ કહી શકાય. પેલાં ઉર્દૂ શાયર કહે છે તેમ,
અપને મન મેં દૂબ કર પા' જા સુરાગે જીંદગી *
તું કિસી ઔર ક…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: આવો આપણે આત્મ મંથન કરી લઈએ *
રજૂઆત :સાદિક આદમ પારખેતી  સેવક:જામિઅતુશ્શૈખ કમરૂઝ્ઝમાં, ગુલબર્ગા કર્ણાટક 9901359860 તા. 13/10/2020 
ગતલેખો માં જે વ્હોરા વ્યથા ને વાચા * સમાજ ચળવળ ને ચેતના * શિક્ષણ ઝૂંબેશ ને ઝુબાં રોજગાર તકો ને તુક્કા * *ઈમામ માનવંત ને ઈકરામ અને* પરદા-પ્રથા ને પાક્કી કરવા વિશે વય્કત વેદના રૂપી પંચ-મુદ્દી પ્રોજેક્ટ પ્રોગ્રામ *  પૈકી 3)વિષય શિક્ષણ ઝૂંબેશ કેમ? *નો 2)બીજો ભાગ *કેવી રીતે.? *રજૂ કરતા પહેલાં પૂર્વ ભૂમિકા રૂપે કેટલીક બાબતો અંગે *આત્મ- મંથન કે જાત-અનુભવ લખવો આવશ્યક છે. જે * એડમિન - આચાર સંહિતા અને પોસ્ટ - મર્યાદા ** નું ભય-ભાન રાખી અત્રે પ્રસ્તુત છે.
છેલ્લા એક મહિનાથી મારી વોટ્સએપ મંચ ઉપર ઉપસ્થિતિ કે હાજરી પાછળ 4)મુખ્ય પરિબળો એ ભાગ ભજવ્યો છે, જે સ્વાનુભવ ને નમૂનારૂપ ગણી આગળ અગત્યનો વિષય સમાજમાં શિક્ષણ ઝૂંબેશ ને વેગવંત કઈ રીતે કરી શકાય? *…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: મારો સમાજ બદલાશે ઈન્શાઅલ્લાહ * *
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
તા. 11/10/2020
આપણાં સમાજના સંપૂર્ણ સર્વગ્રાહી વિકાસ - ઉન્નતિ માટે આ અગાઉ રજૂ કરેલ પ્રાથમિકતા ના પાંચ મુદ્દા પ્રોગ્રામ * પૈકી 2) બીજો વિષય શરઈ-પરદાપ્રથા * છે. પરદા-વિહોણો આપણો * ઉઘાડો સમાજ  "ઈમાની - જીવન" અને "ઇસ્લામી - ચારિત્ર્ય" કે "દીની-આચાર આદર્શ" * સાથે મેળ ખાતો કે બંધ બેસતો નથી.
આપણાં પ્રાણ પ્યારા દીન માં પરદા પ્રત્યે ખૂબ જ સભાનતા અને સાવચેતી નો આગ્રહ રખાયો છે.
પ્યારા નબી ( સ. અ. વ.) નું પવિત્ર કથન છે કે,  શરમ-સંભાળ એ ઈમાન નો ભાગ છે. *ઘરેથી નીકળતી એકલી-અટૂલી સ્ત્રી ની ટાંકમાં શયતાન હોય છે.*  આપણી પ્યારી ઈસ્લામી - વ્યવસ્થા માં હજ જેવો બંદગી - લક્ષી પ્રવાસ પણ "બાપ, શૌહર કે બેટા" જેવા નિકટમ "મહરમ" સંબંધ ની સફર-સુરક્ષા અને સલામતી- છત્ર વગર થઈ શકતો નથી.
આપણા સમાજમાં પરદાપ્…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: મારો વ્હાલો વ્હોરા સમાજ
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860 
તા 9/10 /20
મનુષ્ય સામાજિક પ્રાણી છે. ખરેખર સમાજ સંગ વગર જીવન મૂશકેલ થઈ જાય છે. અરબી સાહિત્ય માં " ઇન્સાન "  શબ્દ ઉન્સિયત એટલે કે આત્મીયતા  અને મનમેળ ને કહે છે. જેલવાસ ને સજારૂપ એટલે ગણવામાં આવે છે કે, કેદી તેમાં પોતાના પ્રીયજનો થી પરાણે દૂર થઈ, વિરહ - જુદાઈ નું દુઃખ ભોગવે છે. 
મારો પણ બાપીકો-પોતીકો આગવો સમાજ છે. મારો વ્હાલો વ્હોરા સમાજ * જેણે મારૂ બાળપણ, ભણતર અને સગપણ **સાચવી, સંભાળી સુશોભિત કર્યું. 
મારૂ બાળપણ ચાવજગામે તો ભણતર હાફિઝ અબ્દુલ કાકા ને ઘેર પારખેત મુકામે થયું. ચાવજે ચો'રે બેસાડયો, તો પારખેતે પાદરે રમાડયો. આવું સુખ કાંઈ મેં એકલા એ જ નહીં, મારા સમાજ લખોલખ વ્હોરા - લાલાઓ એ લ્હાવો લઈ લણ્યું છે.
મારો સમાજ કંઈ નાનોસૂનો છે!! નર્મદા અને ગોદાવરી, ભરૂચ તથા વડોદરૂં, કાનમ થી કર્ણા…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: * બોસ્તાને આમીના થી બેલ્જિયમ - મીના સુધી*
વાત એક દીકરી દાઈ વિરાંગનાની
રજૂઆત :સાદિક આદમ પારખેતી ગુલબર્ગા કર્ણાટક 9901359860
તા. 7/10/20
અલ્લાહ ના અપાર શુક્ર એહસાન છે, કે આપણા સમાજમાં ગામેગામ ઉલમા, બુઝુર્ગો અને વડવા - વડિલો ની વર્ષાવર્ષના  અનથક પ્રયાસો મહેનતો તથા દુઆઓ થી દીન અને તેની ઉચ્ચ શિક્ષણ તાલીમ નો લોકો માં અજબ શોખ પેદા થયો. આપણી દીકરીઓ પણ આ  ક્ષેત્ર - શોબામાં મહરૂમ વંચિત ન રહે એનો ખાસ ખ્યાલ કરી ઉમ્મત ની બેટીઓ માટે પણ દારૂલ બનાત મદ્રેસા વજુદમાં આવ્યા. એવી જ એક આપણા પંથકની પ્રખ્યાત મકબૂલ સંસ્થા જામિઅતુસ્સાલિહાત બોસ્તાને આમીના મનુબર - ભરૂચ * છે. જયાં થી આલિમા ફારિગા થઈ, એક અતિ સામાન્ય ઘરની દીકરી, અનેકાનેક અડચણો - તકલીફો નો સામનો કરી યૂરોપ- બેલ્જિયમ પહોંચી,  શોહર ની વફાત નો આભ- તોડ આઘાત વેઠી અડીખમ રહી, આજે પણ રાત-દિવસ દીન ની ખીદમત કરી રહી છે, એ ઈબ્રત તેમજ સ…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: વો અંધેરા હી બહેતર થા *જબ કદમ રાહ પર થે. 
રોશની બહોત દૂર લે આઈ, હમકો મંઝિલ સે.
રજૂઆત :સાદિક આદમ પારખેતી, સેક્રેટરી :જામિઅતુશશૈખ કમરૂઝ્ઝમાં, ગુલબર્ગા કર્ણાટક 9901359860
આપણાં સમાજમાં શિક્ષણ ના વ્યાપ - વિસ્તાર અર્થે ગત લેખમાં જે આપ બિતી જગ બિતી * સ્વરૂપે જે આશય મુદ્દો રજૂ કરાયો, તેમ શિક્ષણ ઝૂંબેશ ને વેગવંત કરવા સર્વગ્રાહી, સમાવેશી ટીમ વર્ક ની સખ્ત જરૂરત છે. જેને પોતે પાળી પંપાળેલી અંગ્રેજી માં 4 ફેકટર ઈન્વોલ્મેન્ટલ ઈન્વાય્રમેન્ટ એટલે કે ચાર પરિબળ  સક્રિયતા આધારિત વાતાવરણ * સર્જવાની તાકિદે જરૂરત છે.
ગતલેખ માં પ્રસ્તુત સ્વ-ઉદાહરણ ઉપર ફેર-નજર કરીએ તો, સ્પષ્ટ થશે કે, મારી લેખનવૃત્તિ ને વેગવંત કરનાર ચાર પરિબળો એ કઈ રીતે પોતાની ભૂમિકા ભજવી. 1) આલિમેદીન મારા લેખનઉસ્તાદ સાહેબ ની બુન્યાદી દોરવણી અને પાયાની પ્રદાન શક્તિ, જેનાં વગર લેખનકાર્ય શક્ય જ નહોતું.
2) વિચારક - બુ…
[12:18 a.m., 2020-11-24] Mo. Sadik Aadm  Parkheti: 🪀🪀🪀🪀🪀🪀 

 ફોરજીએબનાવ્યાં ડફોળજી
4G =forgotten generation
ઝડપથી ભૂલાઈ રહેલી ભાવિ-પેઢી
➖➖➖➖➖➖➖➖
 🖱️સાદિક આદમપારખેતી , સેક્રેટરી:જામિઅતુશશૈખ કમરૂઝ્ઝમાં, ગુલબર્ગાકર્ણાટક, 9901359860તા26/10/2020
⌛⏱️⏲️⏰🕰️🧭⌚⏳
➖➖➖➖➖➖➖➖
 http://www.attablig.com/

Bayanat of Dabhel tarbiyati Ijtema has been uploaded HERE

Bayanat of Raiwand Ijtema 2020 has been added HERE

Taaziyati bayanat abt Hazrat Mufti Abdullah Rawidrvi R.A has been added HERE

Kamyab Momin series bayanat has been uploaded HERE

Ramazan online bayanat has been uploaded HERE

http://www.bayanats.com/

  BAYANATS   INDEX  << 

Audio/ <<< Audio                             000-Purane Akabir/<<< Purane Akabir